શોધખોળ કરો

Talati examination: જાણો રવિવારે રાજ્યના આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કેમ લાગું કરવામાં આવી ધારા 144

અમદાવાદ: રવિવારે તલાટીની પરીક્ષાને લઈ બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 124 પરીક્ષા કેન્દ્ર પર સવારે 9.30 થી 2.30 સુધી કલમ 144 લાગુ રહેશે.

અમદાવાદ: આગામી તારીખ ૭ મી મે ના રોજ યોજાનાર તલાટીની પરીક્ષામાં આશરે ૮ લાખથી વધુ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય તે માટે જી.એસ.આર.ટી.સી. ની ૬૦૦૦ બસો ઉપરાંત વધુ સુવિધા મળી રહે તે હેતુથી પ્રાઇવેટ અને સ્કૂલબસોને ખાસ કિસ્સામાં તારીખ ૬ અને ૭ મે માટે સ્ટેજ કેરેજની પરમિશન આપવામાં આવેલ છે. 

બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

તો બીજી તરફ રવિવારે તલાટીની પરીક્ષાને લઈ બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 124 પરીક્ષા કેન્દ્ર પર સવારે 9.30 થી 2.30 સુધી કલમ 144 લાગુ રહેશે. 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં અનધિકૃત લોકો દાખલ થઈ શકશે નહિ. કલમ 144નો ભંગ કરનાર સામે 188 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

તો બીજી તરફ તલાટીની પરીક્ષાને લઈને સુરત એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે. કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરાયો છે. ઓનલાઈન બુકિંગ પણ શરુ કરાયું છે. કંટ્રોલ રૂમનો ૬૩૫૯૯-૧૮૭૪૬ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ૬ તારીખે ૭૦ બસો જયારે ૭ તારીખે ૧૨૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરતમાંથી વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ અને તાપી સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો ૬૩૫૯૯-૧૮૭૪૬ પર સંપર્ક કરી શકે છે.

પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા આગામી 7મે નાં રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે.  જીલ્લામાં કુલ 14650 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. જે માંટે 42 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

ગોધરા ખાતે આવેલી બીઆરજી ભવન ખાતે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારી પદાધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી બેઠમાં કેંદ્ર નિયામક, રૂટ સુપરવાઇઝર તથા મદદનીસ રૂટ સુપરવાઇઝર બોર્ડ પ્રતિનિધિ, CCTV ઓબ્ઝર્વર સહિત  પરીક્ષા સાથે સંકળાયેલ 165 કર્મચારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.  તલાટીની પરીક્ષા જોડાનાર તમામ કર્મચારીઓને પોતાની જવાબદારી સાથે જરૂરી સૂચનાં આપવામા આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget