શોધખોળ કરો

મોરબીની બેંકમાં હથિયારો સાથે ફિલ્મી અંદાજમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, ગણતરીના કલાકોમાં જ પોલીસે આ રીતે ઝડપ્યાં

મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકમાં મોઢે રૂમાલ બાંધેલ અને પિસ્તોલથી સજજ છ જેટલા શખ્સો અંદર ઘુસ્યા હતા. લુંટારાએ પાંચથી સાત મીનિટમાં બેંકમાં ફિલ્મી ઢબે આતંક મચાવ્યો

રાજકોટ: મોરબીની બેંક ઓફ બરોડામાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે લુંટારા ત્રાટક્યા હતા અને બેંકને કેશીયરને માર મારી કુલ 6.09 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. ઘાતક હથિયારો સાથે આવેલા લુંટારાએ પાંચથી સાત મીનિટમાં બેંકમાં ફિલ્મી ઢબે આતંક મચાવ્યો હતો અને ત્યાર બાદ સ્વીફ્ટ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતાં. જોકે હળવદના ચુપણી ગામની સીમમાં આવેલ મકાઈના ખેતરમાંથી ગ્રામજનોના સહકારથી પોલીસને હાથ ખૂંખાર ચાર લુંટારા ઝડપી લેવામાં સફળતા મળી હતી. મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકમાં મોઢે રૂમાલ બાંધેલ અને પિસ્તોલથી સજજ છ જેટલા શખ્સો અંદર ઘુસ્યા હતા અને આ ગુનેગારોએ બેંકમાં હાજર ગ્રાહકોના ચાર જેટલા મોબાઈલ ઝુંટવી લીધા હતા. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડને માર મારી તેની ગન પણ પડાવી લીધી બાદમાં બેંકના કેશિયર અને આ જ બેંકમાં બેસતી દેનાબેંકના કેશિયરને માર મારી તેમની પાસેથી 6.09 લાખની રોકડની લુંટ ચલાવી હતી અને બાદમાં બહાર રહેલ સ્વીફ્ટ કારમાં હળવદ તરફ ભાગી ગયા હતાં. મોરબીની બેંકમાં હથિયારો સાથે ફિલ્મી અંદાજમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, ગણતરીના કલાકોમાં જ પોલીસે આ રીતે ઝડપ્યાં આ ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં એલર્ટ કરીને નાકાબંધી કરીને દેવામાં આવી હતી. આ ઉપરાંત હળવદ અને માળિયાના ગામડાંઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે બાતમી મળતાં આ લુંટારા હળવદના ચુપણી ગામ નજીક ખેતરમાં ગ્રામજનો વચ્ચે ફસાઈ ગયા હતાં. પોલીસને જાણ કરતાં જ પોલીસ ચુપણી ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મકાઈના ખેતરમાં સંતાઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ગ્રામજનોની મદદ સાથે 6માંથી 4 જેટલા આરોપીને બે પિસ્તોલ અને એક બંદુક સાથે ઝડપી લીધા હતા જ્યારે બે ફરાર છૂટ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે બેંકમાંથી લુંટવામાં આવેલ 6.10 લાખની રકમ ભરેલ બેગ પણ મળી આવી હતી.

ટોપ સ્ટોરી

PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
Rain forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? વરસશે વરસાદ? જાણો અપડેટ
Rain forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? વરસશે વરસાદ? જાણો અપડેટ
PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી
PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી

વિડિઓઝ

PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર
સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે PM મોદીને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભેચ્છા
સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે PM મોદીને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભેચ્છા
PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
Adidasમાં મોટી છટણી, ગુરુગ્રામ ટેક હબમાં 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Adidasમાં મોટી છટણી, ગુરુગ્રામ ટેક હબમાં 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
Embed widget