વિદેશ મોકલતા એજન્ટોની ચુંગાલ માં ફસાઈ ભરૂચની મહિલા, વીડિયો વાયરલ કરી માંગી મદદ
Viral News: દર્દનાક સ્થિતિમાં તસ્લીમા પટેલ નામની મહિલાએ વીડિયો વાયરલ કરી મદદ માંગી છે.
Bharuch News: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હોવા છતાં વિદેશ જવાની લાલસા રોકી શકતા નથી. ભરૂચની મિલા વિદેશ મોકલતા એજન્ટની ચુંગાલમાં ફસાયા બાદ મદદ માંગી હતી. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.
ભરૂચના વાગરા તાલુકાના નાડેરા ગામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. ઓમાન, મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન એમ્બેસી પાસે મહિલાએ મદદ માંગી છે. દર્દનાક સ્થિતિમાં તસ્લીમા પટેલ નામની મહિલાએ વીડિયો વાયરલ કરી મદદ માંગી છે.
વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ફસાઈ ભરૂચની મહિલા #bharuch pic.twitter.com/8snKrywjqz
— ABP Asmita (@abpasmitatv) August 22, 2023
થોડા દિવસ પહેલા કડી અને કલોલના બે દંપતીને કબૂતરબાજ એજન્ટોએ લાખોનો ચૂનો લગાવ્યો હતો. કડી અને કલોલના બે દંપતી સાથે વિદેશ લઈ જવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી. બે કબૂતરબાજ એજન્ટોએ દંપતી પાસે લાખો રૂપિયા પડાવ્યા હતા. અમેરિકા લઈ જવાના સપના બતાવી એજન્ટોએ બંને દંપતીને બાટલીમાં ઉતાર્યા હતા. જે બાદ કમલેશ બારોટ અને રાજેશ વીરા ઉર્ફે છગન નામના એજન્ટોએ આ બંને દંપતી પાસેથી વિઝાના કામ બદલ કટકે કટકે 16 લાખ પડાવ્યા હતા. એજન્ટોએ સાડા ત્રણ મહિના સુધી બંને દંપતીને અલગ અલગ સ્થળે ફરેવીને 16 લાખ જેવી માતબાર રકમ ખંખેરી લીધી હતી. બંને દંપતીએ ઠગ એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કલોલમાં રહેતા જીગ્નેશભાઈ બારોટને વિદેશ જવું હોવાથી તેમણે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ જયંતીભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો અને પોતાનું 20 લાખનું બજેટ હોવાનું કહ્યું હતું. જેથી કમલેશ બારોટે આટલા રૂપિયામાં યુરોપ જવાના વિઝા થશે તવું જણાવતા જીગ્નેશભાઈ યુરોપ જવા સહમત થયા હતા. જે બાદ તેમણે વિઝા ખર્ચ પેટે પૈસા અને ડોક્યુમેન્ટ એજન્ટ કમલેશ બારોટને આપ્યા હતા. જે બાદ જીગ્નેશભાઈ અને તેમના પત્નીને મુંબઈ સબમિશન માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. જેથી જીગ્નેશભાઈએ પૈસા પરત માંગ્યા હતા. જે બાદ એજન્ટ કમલેશ બારોટે અમેરિકા લઈ જવાની લાલચ આપી હતી અને આ માટે તેણે એક કરોડનો ખર્ચ થશે તેમાં આ પૈસા મેનેજ કરી આપીશ તેવું જણાવ્યું હતું, સાથે જ એવું પણ જણાવ્યું કે આ પૈસા તમારે મેક્સિકો પહોંચો ત્યારે આપવાના રહેશે.