શોધખોળ કરો
ભિલોડા: BSFના જવાનને વતનમાં વેકેશનની મજા માણવા આવવી ભારે પડી, જાણો કેમ
BSF જવાન અને તેના બે મિત્રો પર સામાજિક અદાવતમાં ગામના જ 9 જેટલા શખ્સો દ્વારા કુહાડી, લોખંડની પાઈ અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. 4 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.
![ભિલોડા: BSFના જવાનને વતનમાં વેકેશનની મજા માણવા આવવી ભારે પડી, જાણો કેમ Bhiloda: BSF jawan died after being attacked ભિલોડા: BSFના જવાનને વતનમાં વેકેશનની મજા માણવા આવવી ભારે પડી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/12170120/Bhiloda-BSF.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભિલોડા: ભિલોડાના મલેકપુર ગામમાં જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન હુમલામાં BSFના જવાન રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ જવાન કાશ્મીરના શ્રીનગરની BSF ટુકડીમાં ફરજ બજાવતો હતો.
BSF જવાન અને તેના બે મિત્રો પર સામાજિક અદાવતમાં ગામના જ 9 જેટલા શખ્સો દ્વારા કુહાડી, લોખંડની પાઈ અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. જેમાં BSF જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું 4 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.
BSF જવાનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેને ધ્યાનમાં રાખતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મૃતક BSF જવાનનો મૃતદેહ વતન પહોંચ્યા બાદ સ્થિતિ બેકાબૂ બને તેવી શક્યતાઓ રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)