શોધખોળ કરો
જૂનાગઢ: કેશોદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર બિન હરીફ, ઉત્સાહમાં 500-500 રૂપિયાની નોટ ઉડાડી
વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વીરાભાઈ પુંજાભાઈ સિંધલ બિન હરીફ થયા છે. ઉમેદવારે ઉત્સાહમાં 500-500 રૂપિયાની નોટો ઉડાડી હતી.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વીરાભાઈ પુંજાભાઈ સિંધલ બિન હરીફ થયા છે. ઉમેદવારે ઉત્સાહમાં 500-500 રૂપિયાની નોટો ઉડાડી હતી.
વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વીરાભાઇ પુંજાભાઇ સિંધલ બિન હરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 3માં કૉંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર વિરાભાઈ સિંધલ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે.
કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કૉંગ્રેસના બે ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર બિન હરીફ થતાં કાર્યાલયે ઢોલ શરણાઈ સાથે ખુશીનો માહોલ છવાયો હતો.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
