Weather Update : ધુમ્મસભર્યા વાતાવરણ સાથે આ જિલ્લામાં પડશે હાડ થીજાવતી ઠંડી, માવઠા બાદ કોલ્ડવેવની આગાહી
Weather Update : હવામાન વિભાગની આગાહી મુજબ માવઠા બાદ રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું જોર વધી શકે છે. 4 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીની આગાહી
Cold Wave Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ માવઠા બાદ રાજ્યમાં આજથી ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. .4 જાન્યુઆરી સુધી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાશે. 4 જાન્યુઆરી સુધી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હવે માવઠા બાદ આકાશ સ્વચ્છ થઇ જશે, ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જો કે હવે માવઠા બાદ આ વિસ્તારમાં તાપ નીકળશે. પરંતુ ધુમ્મસનો પ્રભાવ બની રહેશે. વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ રહે તેવી શક્યતા છે.
તો પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અન સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્યગુજરાતમાં માવઠું થયું હતું. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હરિયાળા પર જશે. જેથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા હવે નહિવત છે જો કે આગામી સપ્તાહમાં ઠંડી રાહતના કોઇ આસાર નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા અને તેના આસપાસના વિસ્તારમાં આગામી દિવસોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે.
રાજસ્થાનમાં ઠંડીનો પ્રભાવ યથાવત છે. આજે માઉન્ટ આબુમાં માયનસ ચાર તાપમાન રહ્યું. તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. જો કે સહેલાણીએ અહીં કુદરતી નજારોની મોજ માણી રહ્યાં છે. જ્યારે સ્થાનિક લોકોનું જીવન ઠંડીના કારણે પ્રભાવિત થયું છે.
: ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિ અનુભવી રહ્યા છે. માવઠા બાદ હવે હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 જાન્યુઆરી 2025 સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. પરંતુ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર જોવા મળી રહી છે, જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ પરિસ્થિતિના કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો ચમકારો વધશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે, જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ, 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધુ વધશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી સુધી ઠંડી નોંધાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે.