Result: બોટાદ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપની પેનલ તૂટી
બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેપારી વિભાગમાં ભાજપની પેનલ તૂટી હતી. ભાજપ પેનલના નારણભાઈ પટેલ, હરેશ પટેલ, અને બગડીયા તુષાર દલીચંદભાઈનો વિજય થયો છે. જ્યારે સહકારી પેનલમાં અનિલભાઈ શેઠનો વિજય થયો હતો. અનિલભાઈ શેઠે ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપી સહકારી પેનલમાંથી દાવેદારી કરી હતી.
ભાજપની પેનલમાંથી નારણ પટેલ, હરેશ પટેલ, તુષાર બગડીયાનો વિજય થયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગમાં 776 મતદારો સામે 764 મતદારોએ કર્યું મતદાન હતું જ્યારે વેપારી વિભાગમાંથી કુલ 317 મતદારોમાંથી 308 મતદારોએ મતદાન કર્યું હતું.
Gujarat : મહાનગરપાલિકા 3 અને નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત
મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 2 મહાનગરપાલિકાની 3 બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. 6 ઓગસ્ટે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 17 જૂલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 17 જૂલાઈથી જ ઉમેદવારી પત્રો ભરાશે. 22 જૂલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 24 જૂલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 25 જૂલાઈ ઉમેદવારી પત્રોની છેલ્લી તારીખ રહેશે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ની એક બેઠક , રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની બે બેઠકો માટે 6 ઓગસ્ટે મતદાન થશે.
વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે. એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.
Join Our Official Telegram Channel: