શોધખોળ કરો
ગુજરાતમાં રાજ્યસભાની બે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે થશે મતદાન ? કોંગ્રેસને શું થશે નુકસાન ?
વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં બંને બેઠક પર ભાજપ કબજો કરી શકે છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક ગુમાવવી પડી શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનની ખાલી પડેલી બેઠક પર 1 માર્ચ, 2021ના રોજ ચૂંટણી યોજાશે. આ દિવસે સાંજે જ મતણગતરી થશે.
વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં બંને બેઠક પર ભાજપ કબજો કરી શકે છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક ગુમાવવી પડી શકે છે. અહેમદ પટેલ કોંગ્રેસમાંથી અને અભય ભારદ્વાજ ભાજપમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ બંનેના નિધનથી ફરી ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે 22 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટમાંથી હાલ ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 સીટ છે.
આમ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજ્યસભાની ચૂંટણી પણ યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement