Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો, એક જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં આખરે ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો.
રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ઠંડીનો પારો સાત ડિગ્રી સુધી ઘટીને 12.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. મહુવામાં ઠંડીનો પારો 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલી અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી તો વેરાવળમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી પર પહોંચ્યો છે
CRIME NEWS: ભાવનગરમાં યુવકે સંબંધ બાંધવા બળજબરી કરતા યુવતીએ કર્યો આપઘાત
ભાવનગર: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે 4 દિવસ પહેલા યુવકની પજવણીથી તંગ આવીને એક યુવતીએ આ ઝેરી દવા પીધા બાદ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ આજે હોસ્પિટલમાં તેમણે દમ તોડ્યો છે. હાથબ ગામની 18 વર્ષીય યુવતીને ફુલસર ગામનો યુવક સંબંધો બાંધવા હેરાન પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ કંટાળી ઝેરી દવા પી પોતાના ઘરે અગ્નિસ્નાન કર્યું હતું.
આજ બપોરના સુમારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવતીની લાશને પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. 15 દિવસનાં સમયમાં જિલ્લાની 2 યુવતીએ યુવકની પજવણીથી પરેશાન થઈ પોતાનો જીવ આપી દીધો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી. રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.
ભાડાની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો
પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.