શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કાતિલ ઠંડી: સૌથી વધુ ઠંડી કઈ જગ્યાએ છે? માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી
રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે આજથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં 7.5 ડિગ્રી નોંધાઈ હતી. ડિસેમ્બર મહિનાની ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
હવામાન વિભાગ વચ્ચે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે જેના કારણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુસવાટા ભર્યા ઠંડા પવનને કારણે લોકો ઘરની બહાર પણ નિકળવાનું ટાળી રહ્યાં છે.
નલિયામાં 8.4 ડિગ્રી, ભુજમાં 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.3 ડિગ્રી, સુરતમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10.5 ડિગ્રી અને કંડલામાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઠંડા પવનની ઝડપના કારણે લોકોએ વધુ ઠંડી અનુભવી હતી. મહત્તમ તાપમાન માત્ર 24 ડિગ્રી રહેવાના કારણે પણ વધુ ઠંડીનો અનુભવ થયો હતો. લોકોને આખો દિવસ ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યાં હતાં. આટલી ઠંડી હોવા છતાં પણ કાંકરિયા કાર્નિવલમાં ભારે ભીડ જોવા મળી હતી. મણીનગર અને કાંકરિયા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
હવામાન ખાતાએ ત્રણ દિવસ સુધી સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડી ઘટવાની આગાહી કરી છે. તેમજ કોલ્ડ ડેની ચેતવણી પણ હટાવી દીધી છે. જોકે ત્યારબાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થશે તે નક્કી છે. આજે રાજ્યમાં ઘણાં શહેરોમાં ઠંડી ઘટી હતી અને પારો 10 ડિગ્રીની ઉપર જતો રહ્યો હતો.
માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠેરઠેર બરફના થર જામી ગયા હતાં. તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળતાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતાં માઉન્ટ આબુમાં બરફ જામી ગયો હતો અને આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement