શોધખોળ કરો
Advertisement
વાપી ધરમપુર રોડ પર મોટાપોઢા ગામે કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત
મોટાપોઢા ગામે રહેતા અમિતભાઈ નરેશભાઈ સોલંકી અંભેટી નવચેતન હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો. તેના પિતા નરેશભાઇ પોતે સલુનની દુકાન ચલાવી પોતાનું જીવન નિર્વાહ કરે છે
વાપીઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નેશનલ હાઇવે નંબર ૫૬ પર મોટાપોઢા ગામ નજીક બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. મળતી માહિતી પ્રમાણે એચ.પી. પેટ્રોલ પંપની સામે કન્ટેનર ચાલકે બાઈક નંબર જી.જે.૧૫ ડી.એફ.૬૩૮૯ સવારને અડફેટમાં લેતા બાઈક સવારનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.
મોટાપોઢા ગામે રહેતા અમિતભાઈ નરેશભાઈ સોલંકી અંભેટી નવચેતન હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો. તેના પિતા નરેશભાઇ પોતે સલુનની દુકાન ચલાવી પોતાનું જીવન નિર્વાહ કરે છે, કન્ટેનર ચાલક બાઈક સવારને અકસ્માત કરી ભાગી ગયો હતો પરંતુ અકસ્માત સર્જાયો ત્યારે આજુબાજુ નજરે જોનારાઓ કન્ટેનરનો પીછો કરી વાપી ખાતે કન્ટેનર ચાલકને પકડી પાડ્યો હતો અને વાપી જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક નાનાપોઢા પોલીસ પહોંચી મૃતદેહ નો કબ્જો લઈ પી.એમ. માટે નાનાપોઢા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો
આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion