(Source: ECI/ABP News/ABP Majha)
દાહોદના સરપંચ પદના ઉમેદવારે મહિલા મતદારોને રીઝવવા ઘડ્યો પ્લાન, પણ ગ્રામજનોએ કેવી રીતે ફેરવી દીધું પાણી?
રાજ્યમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે
દાહોદઃ રાજ્યમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. સરપંચના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે અવનવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદના પીપલોદ ગામમાં સરપંદના ઉમેદવાર મતદારોને રિઝવવા માટે કુકરની ભેટ આપતા હોવાનો આરોપ લાગ્યો છે. ગ્રામજનોએ કુકર ભરેલી કાર ઝડપી પાડી છે.
ગામના લોકોનું કહેવું છે કે સરપંચ પદના ઉમેદવાર દિલીપ પટેલનું ચૂંટણી ચિન્હ કુકર છે અને મતદારોને રિઝવવા માટે તે કુકરની ભેટ આપી રહ્યા હોવાનો દાવો કર્યો છે. ગામના લોકોએ રાત્રીના સમયે આ કુકર ભરેલી બિનવારસી કાર ઝડપી પાડી હતી જેમાં કુકર ભરેલા હતા. સાથે જ ઉમેદવાદના પોસ્ટર પણ છે. કુકર ભરેલી કાર મળતા ગામના લોકોને પોલીસને જાણ કરી. જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બિનવારસી કાર કબજે કરી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ધારાસભ્ય પર હુમલો
નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કાર પર હુમલો થયો હતો. ધારાસભ્ય અનંત પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા અને ઉનાઈના ચરવી ગામના પટેલ ફળિયામાં મિટિંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ધારાસભ્યની કારને નિશાન બનાવી. ગાડીની પાછળનો કાચ તોડી નાખ્યો હતો. સ્થાનિકોને હુમલાની જાણ થતા આગેવાનો અને મહિલાઓ સ્થળ પહોચ્યા અને બાદમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સૂત્રોચ્ચાર કરી આરોપીને પકડવાની માંગ કરી હતી. બનાવની ગંભીરતાને જોઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરતાં ધારાસભ્ય અને એમના સમર્થકને સમજાવવાનો પ્રયાસ કરાયો અને બાદમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી હતી. આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....
એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર