રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે શું આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો વિગતો
છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. કોરોના સંક્રમણને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. કોરોના સંક્રમણને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે.
અમદાવાદ અને સુરતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બંને શહેરોમાં 600ને પાર કેસ પહોંચી ગયા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 602 કેસ નોંધાયા છે, જ્યારે સુરત કોર્પોરેશનમાં 603 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે.
સુરત કોર્પોરેશનમાં 503, અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18, વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18, જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.