શોધખોળ કરો
વિધાનસભા અચોક્કસ મુદત માટે મોકૂફ, CM રૂપાણીએ ગૃહ સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો? જાણો કેમ
વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે ધીમી ધીમે પ્રજામાં વાયરસ ફેલાઈ રહ્યો છે. 2થી શરૂ થયેલા કેસોની સંખ્યા આજે 29 પહોંચી ગઈ છે. ગૃહને સ્થગિત કરવાની દરસ્ખાત વિજય રૂપાણીએ ગૃહમાં કરી હતી.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે આજથી વિધાનસભા ગૃહની બેઠક અચોક્કસ મૂદત માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજુ કર્યો હતો જેનેગૃહમંત્રીએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 14મી માર્ચે વિપક્ષ નેતાએ ગૃહને મોકૂફ રાખવા રજૂઆત કરી હતી. ગૃહ ચાલુ રહે તે માટે મેં ત્યારે કહ્યું હતું. આપણે અત્યારે ગૃહમાં બેસીને કામગીરી કરી છે. દુખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસ કોરોના કરતાં તોડોનાંથી વધુ ડરી ગઈ હતી અને ગુજરાત છોડીને રિસોર્ટમાં પહોંચી ગયા હતાં.
વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે ધીમી ધીમે પ્રજામાં વાયરસ ફેલાઈ રહ્યો છે. 2થી શરૂ થયેલા કેસોની સંખ્યા આજે 29 પહોંચી ગઈ છે. ગૃહને સ્થગિત કરવાની દરસ્ખાત વિજય રૂપાણીએ ગૃહમાં કરી હતી. ગૃહ સ્થગિત થશે તૌ મારા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જઈને પ્રજાની સેવા કરવા પ્રજા વચ્ચે જશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારાં માટે રાજ્યસભાની ચૂંટણી મહત્વની નથી મારા ધારાસભ્યો કોરોનાં પ્રજા વચ્ચે જશે. આજથી ગૃહની બેઠક અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ રૂપાણીએ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને ગૃહમંત્રીએ સમર્થન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
