રાજ્યના અનેક ગામડાઓ અને તાલુકાઓમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો વધુ વિગતો
રાજ્યના ગામડાઓ અને નાના શહેરોમાં વેપારીઓ આગળ આવીને સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો પહેલા જ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે. ગાંધીનગરના દહેગામમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેરમાં તારીખ 26 થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક છે. રાજ્યના ગામડાઓ અને નાના શહેરોમાં વેપારીઓ આગળ આવીને સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો પહેલા જ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે. ગાંધીનગરના દહેગામમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેરમાં તારીખ 26 થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દહેગામના વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ દવાની દુકાનો જેવી આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે.
રાજકોટના આણંદપર ગામમાં આજથી એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. આણંદપરમાં આવશ્યક સેવાઓની દુકાન સવારે 7થી બપોરે 12 સુધી ચાલુ રહેશે. કોરોનાના કેસ વધતા ગ્રામપંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં દાણાપીઠમાં આંશિક લોકડાઉન લંબાવાયુ છે. દાણાપીઠ વેપારી એસોસિયેશને નિર્ણય લીધો છે.
સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલથી 8 દિવસ સુધી લોકડાઉન લગાવાયું છે. ઈડરના વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે. લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આવતીકાલ સાંજથી અમલવારી થશે. પાટણમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 30 એપ્રિલ સુધી રાધનપુર, સાંતલપુર, વારહીમાં સંપૂર્ણ સ્વંયભુ લોકડાઉન લગાવાયું છે. રાધનપુર અને સાંતલપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન વધારાયું છે. સવારે 9થી 12 આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં પણ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે ભાભર વિસ્તારમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 27 એપ્રિલ થી 2 મે સુધી લોકડાઉન યથાવત રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ભાભર નગરપાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા લેવાયો નિણર્ય.
સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વયંભૂ લોકડાઉન લગાવાયું છે. 2મે સુધી હિંમતનગરમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. મહેસાણાના અનેક તાલુકાઓમાં લોકડાઉન લંબાવાયું છે. કોરોનાના સંક્રમણને કારણે વિસનગરમાં 2 મે સુધી જ્યારે ખેરાલુમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. મહેસાણામાં પણ 2 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. માત્ર આવશ્યક સેવાઓની દુકાન ચાલુ રહેશે.