કોરોનાનો કહેરઃ સૌરાષ્ટ્રનું આ જાણીતું મંદિર આવતીકાલથી દર્શાનાર્થીઓ માટે થશે બંધ, જાણો રાજ્યના અન્ય કયા મંદિરો છે બંધ
તા. 11 એપ્રિલથી સોમનાથ મંદિર અને ટ્રસ્ટમાં આવતા અન્ય મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ફેંસલો કરાયો છે.
સોમનાથઃ કોરોના સંક્રમણ વકરતાં સોમનાથ ટ્રસ્ટ દ્વાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ, તા. 11 એપ્રિલથી સોમનાથ મંદિર અને ટ્રસ્ટમાં આવતા અન્ય મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ફેંસલો કરાયો છે.
કયા મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં
- ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે.
- સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ખોડલધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
- સુપ્રસિદ્ધ તુલશીશ્યામ મંદિર પણ 30 એપ્રિલ સુધી બંધ.
- મોરબીના વાંકાનેરનું જાણીતું માટેલ મંદિર ભક્તો માટે બંધ.
- અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિમાં થતી અખંડધૂન બંધ રાખવામાં આવી.
- સાળંગપુર મંદિરમાં પૂજાપાઠ, ધર્મશાળા, ભોજનાલય 15 એપ્રિલ સુધી બંધ.
- અમરેલીના લાઠીનું ભૂરખિયા હનુમાનજી મંદિર ભક્તો માટે બંધ.
- સુરતના ઓલપાડમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર અચોક્કસ મુદત માટે બંધ.
- અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના 23 મંદિર અનિશ્ચિક મુદત માટે બંધ
- તાપીના વાલોડ ખાતે આવેલું ગણેશ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણયય
- જૂનાગઢના ભવનાથ, વિલિંગ્ડન અને સત્તાધાર ધામ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.
Vadodara: માસ્ક વગર ફરતાં લોકોને શું અનોખી સજા કરાઈ ? જાણો વિગત
ગુજરાતમાં લોકડાઉન લગાવવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
Immunity Booster Tips: દેશમાં કોરોનાએ લીધો છે અજગરી ભરડો, આ યોગાસનથી બનાવો ઈમ્યુનિટી સ્ટ્રોંગ
ગુજરાતનાં છ મોટાં શહેરોમાં લોકડાઉન લાદવાની કરાઈ છે જાહેરાત ? ફેક ન્યુઝ વિશે પોલીસ વડાએ શું કહ્યું ?