શોધખોળ કરો
Advertisement
Amreli : 15 વર્ષની દલિત છોકરીને કઈ જ્ઞાતિના 16 વર્ષના યુવક સાથે બંધાયા સંબંધ કે બંનેએ કરવો પડ્યો આપઘાત ?
બે દિવસથી બંને ઘરેથી ગુમ હતા ત્યારે આજે બંનેની લાશ મળી આવી છે. બંને પ્રેમી પંખીડાઓ હોવાનું પ્રાથમિક રૂપે સામે આવ્યું છે. બંને અલગ-અલગ જ્ઞાતિમાંથી આવતા હોય અને સમાજ સ્વીકાર નહિ કરે તે માટે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અમરેલીઃ બાબરાના ખાખરીયા રોડ પરથી સગીર વયના છોકરા-છોકરીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ખુલ્લી જગ્યા પરથી સગીર વયના છોકરા-છોકરીની લાશ મળી આવી છે. 15 વર્ષીય દલિત સગીરા અને 16 વર્ષીય સગીર વયના મિસ્ત્રી કિશોરે સજોડે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે.
બે દિવસથી બંને ઘરેથી ગુમ હતા ત્યારે આજે બંનેની લાશ મળી આવી છે. બંને પ્રેમી પંખીડાઓ હોવાનું પ્રાથમિક રૂપે સામે આવ્યું છે. બંને અલગ-અલગ જ્ઞાતિમાંથી આવતા હોય અને સમાજ સ્વીકાર નહિ કરે તે માટે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ કાફલો અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ બનાવને લઈને સાચું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement