શોધખોળ કરો

Kutch: વાવાઝોડાની ફરજ દરમિયાન પોલીસકર્મીનું હાર્ટએટેકથી નિધન, પોલીસ બેડામાં શોકનો માહોલ

Kutch News: જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જોશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Kutch News: સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયું છે. આ દરમિયાન કચ્છથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. પોલીસ જવાનનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જોશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતમાં રીક્ષા ચાલક રીક્ષામાં જ ઢળી પડ્યો

સુરતના પાલ વિસ્તારમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. રીક્ષા ચાલક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો હતો. નાનપુરાના હબીબસહા મોહલ્લમાં રહેતા રીક્ષા ચાલક ગુલામનબી શેખની લાશ રીક્ષામાંથી મળી આવી હતી. તેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. રીક્ષા ચાલકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

જામનગરના હાર્ટ નિષ્ણાતં ડો.ગૌરવ ગાંધીનું હાર્ટએટેકથી નિધન

જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.41)નું 10 દિવસ પહેલા હાર્ટએટેકથી નિધન થયું હતું. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતું. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

લોહી પંપ કરવામાં અસમર્થ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

  • માથામાં દુખાવો થવો
  • વધુ પરસેવો આવવો
  • નાડીનું તેજ ચાલવું
  • ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી
  • નબળાઇ અનુભવવી

કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.