Surendranagar: સુરેન્દ્રનગર ખાતે કેનાલમાંથી મળી આવી લાશ, હત્યા કરી મૃતદેહને કોથળામાં નાખી ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા
સુરેન્દ્રનગર: જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નરાડી અને વિરેન્દ્રગઢની વચ્ચે માળિયા બ્રાન્ચ કેનાલમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી છે. માળિયા બ્રાન્ચ કેનલ ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહી છે.
સુરેન્દ્રનગર: જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નરાડી અને વિરેન્દ્રગઢની વચ્ચે માળિયા બ્રાન્ચ કેનાલમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી છે. માળિયા બ્રાન્ચ કેનલ ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહી છે તેમાં એક પુરુષની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી. જે બાદ સ્થાનિકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી હતી. ત્યાર બાદ લાશને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી.
માળીયા બ્રાન્ચ કેનાલમાં જે પુરુષની લાશ મળી એને કોથળામાં વીંટવેલી તેમજ નાની મોટી ઈજા હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ધાંગધ્રા પોલીસ દ્વારા પુરુષની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પુરુષની લાશ કોથળામાં વીટવેલી અને નાની મોટી ઇર્જા હોવાથી પુરુષની હત્યા થઈ હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પુરુષની ઉંમર અંદાજે ૪૫ વર્ષની છે.
ભાણવડ ખાતે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા 3ના મોત
ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોને ખંભાળીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ઇન્ચાર્જ એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
23 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી
ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. સાગર ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. હાલમાં ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવકે શા માટે આત્મહત્યા કરી. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ખેડા ખાતે કેનાલમાંથી બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.
વૃક્ષ ધરાશાયી થતા ગર્ભવતી મહિલાનું મોત
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાયી થતા ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રી દરમ્યાન ગર્ભવતી મહિલા, તેનો પતિ અને પુત્ર સુતા હતા તે સમયે દુર્ઘટના ઘટી હતી. જોરદાર પવન આવતા લીમડાનું વૃક્ષ થયું ધરાસાયી થયું હતું. મૃતક ગર્ભવતી મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે રાણકપુર ગામમાં અરેરાટી મચી ગઈ હતી. થરા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.