Arvind Kejriwal Gujarat visit: ગુજરાતમાં AAPની આંધી ચાલી રહી છે: કેજરીવાલ
Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે.
Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે. ડીસા ખાતે જંગી જાહેરસભામાં આપ નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આગમનને લઈને આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ડીસા હવાઈ પિલર ખાતે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઈશુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના આપના આગેવાન હાજર રહ્યા હતા.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ડીસા ખાતે જાહેર સભા #LIVE https://t.co/3hmJ6plHaF
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 17, 2022
અરવિંદ કેજરીવાલનું સંબોધન
આજે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. માતાજીની કૃપા ચાલી રહી છે. ચારે બાજુ બદલાવની વાત થઈ રહી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. મને જાણવા મળ્યું છે કે અહી એક MLA છે. ચૂંટણી પહેલાં એની પાસે ૪ એકર જમીન હતી, ચૂંટણી જીત્યા પછી ૫ વર્ષમાં એની પાસે ૧૦૦૦ એકર જમીન થઈ ગઈ. દિલ્લી અને પંજાબમાં દેશ માટે પોતાના પ્રાણ આપનાર શહીદને ૧ કરોડની સન્માન રાશિ આપવામાં આવે છે. મેં જ્યારે ગુજરાતમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે ભાજપ સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ હજી સુધી કોઈને રાશિ નથી આપી. આ લોકોની નિયત જ નથી.
કેજરીવાલે વધુમાં કહ્યું કે મારો જન્મદિવસ હતો ત્યારે હું ગુજરાતમાં હતો ભગવંત માન પણ એમના જન્મદિવસે ગુજરાતમાં છે. ગુજરાતના લોકો અમને એટલો બધો પ્રેમ કરે છે કે હવે અમે અમારો જન્મદિવસ પણ અહી જ મનાવીએ છે. અમારા શિક્ષણમંત્રી છે. એમને દિલ્લીમાં શિક્ષણ ક્ષેત્રે જોરદાર કામ કર્યું છે. થોડા દિવસ પહેલા તેઓ ગુજરાત આવ્યા હતા. એમને કહ્યું હતુ કે ગુજરાતમાં AAPની સરકાર બનતા પ્રત્યેક ગામ અને શહેરમા શ્રેષ્ઠ સરકારી શાળાઓ બનાવીશુ. આજે ભાજપવાળાએ એમની ધરપકડ કરાવી દીધી. આશાવર્કર બહેનો ખૂબ શક્તિશાળી હોય છે. જો તમાંમ આશાવર્કર બહેનો એક થઈ જાય અને ગુજરાતમાં ઘરે-ઘરે જઈ પરિવર્તન લાવવાની વાત કરે તો, ગુજરાતમાં પરિવર્તન આવી જાય.
અમે તમામ ધારાસભ્યોના પેન્શન બંધ કરાવી દીધા: માન
આ પ્રસંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, અમે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોના પરિવારોને ૧ કરોડની સન્માન રાશિ આપીયે છીએ. પહેલા આ લોકો શહિદની વિધવા પત્નીને સિલાઈ મશીન આપતા હતા. આ પ્રકારે સન્માન કરે છે દેશના વીર શહીદોનું! પંજાબમાં અમારી સરકાર બને હજી ૭ મહિના થયા છે. અમે ૫૦ લાખ લોકોના ઘરના વીજબીલ જીરો કરી દીધા. લગભગ ૨૦,૦૦૦ લોકોને સરકારી નોકરી આપી દીધી. ૧૪, ૧૫ અને ૧૬ તારીકે પોલીસની પરીક્ષા હતી. અમારા ત્યાં પેપર નથી ફૂટતા.