શોધખોળ કરો
Advertisement
બાળકોના મોત મામલે રાજ્ય સરકાર ગંભીર, બાળ મૃત્યુદર ચિંતાનો વિષય: નીતિન પટેલ
નીતિન પટેલે દાવો કર્યો છે કે ગુજરાતમાં અગાઉની સરખામણીમાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.
અમદાવાદ: રાજ્યની હોસ્પિટલોમાં નવજાત બાળકોના મોતના મામલે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બાળકોના મોત મામલે રાજ્ય સરકાર ગંભીર છે. બાળ મૃત્યુદર ચિંતાનો વિષય છે. નવજાત બાળકોના મોત મામલે હોસ્પિટલોના સુપરિટેન્ડન્ટ સાથ ચર્ચા ચાલી રહી છે. બાળકોના કુલ મૃત્યુઆંકમાં ખાનગી હોસ્પિટલના આંકડા પણ જોડ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.
નીતિન પટેલે દાવો કર્યો છે કે ગુજરાતમાં અગાઉની સરખામણીમાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. અગાઉ દર હજારે 55 બાળકોના મોત થતા હતા. 2007માં બાળ મૃત્યુ દર ઘટીને 52 ટકા થયો હતો. વર્ષ 2017માં આ દર ઘટીને 30 ટકા સુધી પહોંચ્યો છે. નીતિન પટેલે જણાવ્યું ગુજરાતમાં બાળ મૃત્યુદર પ્રતિ એક હજારે 30 છે. આ પહેલા 1997માં બાળ મૃત્યુદર 62 ટકા હતો જે 2017માં ઘટીને 30 ટકા થયો હતો. સરકારી સગવડોને કારણે ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે. ગુજરાતમાં દર વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી 99 ટકા બાળકોની પ્રસુતિ હોસ્પિટલોમાં થાય છે.Gujarat Deputy Chief Minister Nitin Patel: According to state government data, the infant mortality ratio is less than 25 per 1000 births pic.twitter.com/xYbEksAtNF
— ANI (@ANI) January 5, 2020
નવજાત બાળકોના મોત મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, બાળકોના જન્મ બાદ 21-28 દિવસનો સમય અગત્યનો સમયગાળો હોય છે. શારીરિક બીમારી સાથે જન્મેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ છે. જેથી રાજ્ય સરકાર ખાનગી નર્સિંગ હોમની મદદ લઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion