શોધખોળ કરો
ગીર સોમનાથમાં મોતના ધોધ તરીકે ઓળખાતા જંજીર ના ધોધમાં ન્હાવા પડેલો દીવનો યુવક ડૂબ્યો

વેરાવળઃ ગીર સોમનાથમાં મોતના ધોધ તરીકે ઓળખાતા જંજીરના ધોધમાં ન્હાવા પડેલો દીવનો યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. રવિવાર ની રાજા ની મજા માણવા દીવના વણાંકબારાથી 20 જેટલા યુવકો જંજીર આવ્યા હતા. રમણીય અને આહલાદક દેખાતા ધોધ માં એક પછી એક યુવક 20 ફિટ ઉપર થી છલાંગ લગાવતા હતા. જેમાં ભાવિન સોલંકી નામના યુવકની છલાંગ મોતની છલાંગ સાબિત થઈ હતી. કલાકોની શોધખોળ બાદ પણ યુવકનો પત્તો ન લાગતા પરિવારજનોમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
વધુ વાંચો





















