Mundra Port: DRI એ ફરી મુન્દ્રા પોર્ટ પર બોલાવ્યો સપાટો, કરોડો રૂપિયાની દાણચોરી ઝડપી પાડી
Mundra Port: DRI એ કચ્છના મુન્દ્રા પોર્ટથી પરથી ઈ સિગરેટ જપ્ત કરી છે. ગારમેન્ટની આડમા ઈ સિગરેટ લઈ જવાતી હતી. 80 કરોડની કિંમતની ઈ સિગરેટ ઝડપાઈ છે. મુંદ્રા પોર્ટના ખાનગી CFS માંથી ઈ સિગરેટ ઝડપાઈ છે.
Mundra Port: DRI એ કચ્છના મુન્દ્રા પોર્ટથી પરથી ઈ સિગરેટ જપ્ત કરી છે. ગારમેન્ટની આડમા ઈ સિગરેટ લઈ જવાતી હતી. 80 કરોડની કિંમતની ઈ સિગરેટ ઝડપાઈ છે. મુંદ્રા પોર્ટના ખાનગી CFS માંથી ઈ સિગરેટ ઝડપાઈ છે. ડીઆરઆઈએ મુંદ્રા પોર્ટથી ઈલેક્ટ્રોનિક સામાન સાથે ઈ-સિગારેટ જપ્ત કરી છે. DRIએ મુંદ્રા પોર્ટથી ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી. ડીઆરઆઈએ તાજેતરના સમયમાં દેશમાં દાણચોરી કરતા રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક સામાન અને તેની એસેસરીઝની સંખ્યાબંધ જપ્તી કરી છે.
એમએસ યુનિવર્સિટીમાં ફરી નમાજ પઢવાનો વીડિયો વાયરલ
વડોદરા: એમએસ યુનિવર્સિટીમાં ત્રીજી વખત કોઈ વિદ્યાર્થિની નમાજ પડતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે. સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થિની નમાજ પડતા વિડીયો વાયરલ થયો હતો, યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીને તપાસ સોંપી છે. વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ યુવક અને યુવતીઓ દ્વારા નમાજ પડવાનું છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી હોય તેઓ વીડિયો સામે આવ્યો હતો. અન્ય મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કહ્યું કે હા અમે પણ નમાજ પડીએ છીએ કેમકે નમાજનો સમય થયો હોય અને અમે જે પણ જગ્યાએ હોય ત્યાં અમે નમાજ અદા કરીએ છીએ. યુનિવર્સિટીમાં પણ અમે નમાજ પઢેલી છે.
પહેલા અમને આ માટે રૂમ ફાળવવામાં આવતો હતો જોકે આ પ્રકારનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો ડોક્ટર જ્યોતિરનાથ મહારાજ પણ યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ પ્રકારની ગતિ વિધિ બંધ કરાવવા માંગ કરી હતી. તો યુનિવર્સિટી પી.આર.ઓએ કહ્યું કે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે સમગ્ર મામલે તપાસ કરશે. નમાઝ પડી રહેલી વિદ્યાર્થિનીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમની સામે કાર્યવાહીની વાત તેમણે કરી હતી. સાથે યુનિવર્સિટીમાં ફક્ત શૈક્ષણિક કાર્ય જ ચાલે આ પ્રકારની નમાજ પડવાની ગતિવિધિ ચલાવી લેવામાં નહીં આવે તેવી વાત પીઆરઓએ કરી હતી.
ગુજરાતમાં વિરોધ કરનારને હવે થઈ શકે છે જેલ
અમદાવાદ: ગુજરાતમાં હવે વિરોધપ્રદર્શન કરવું વધારે મુશ્કેલ બનશે. આ ઉપરાંત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરનાર સામે હવે કોર્ટ કેસ થઈ શકે છે. ગુજરાતમાં વિરોધ કરનારને જેલ પણ થઈ શકે છે. વર્ષ 2021માં પસાર થયેલા ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં વિરોધ નોંધાવવો અન્ય રાજ્યની સરખામણીએ વધુ મુશ્કેલ બનશે.
ગુજરાતમાં હવેથી કલમ 144ના ભંગ બદલ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે. આઇપીસી સેક્શન 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. કલમ 144નો ઉલ્લંઘન કરનારા પર સખ્ત થવા સરકારે આ અપરાધને સંગીન અપરાધની શ્રેણીમાં રાખ્યો છે. પહેલા 144 કલમનું ઉલ્લંઘન કરનારાઓ સામે સંગીન ગુનો નોંધાતો નહોતો. પહેલા કલમ 144ના ભંગ બદલ વગર જામીને છુટકારો થતો હતો. હવે ફેરફાર બાદ કલમ 144ના ઉલ્લંઘન કરનારાઓ સામે કલમ 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. સુધારા બાદ હવે કોઈપણ વ્યક્તિ કે પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી બની શકશે. જાહેરનામાનો ભંગ કરીને કોઈ પ્રદર્શન થાય તો અત્યાર સુધી કાયદાની જોગવાઈ અનુસાર, માત્ર કમિશનર ફરિયાદી બને તો જ ફરિયાદ દાખલ થઈ શકતી હતી. સુધારા બાદ સામાન્ય વ્યક્તિ કે પોલીસ કૉન્સ્ટેબલ પણ ફરિયાદ નોંધાવી શકે છે, ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે ગુનાની નોંધ લેશે.