શોધખોળ કરો

GSRTC: એસટી વિભાગને ફળ્યો દિવાળીનો તહેવાર, સાત કરોડ રૂપિયાથી વધુની થઇ આવક, સર્જાયો આ રેકોર્ડ

Gujarat: દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્ધારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું

દિવાળીનો  તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્ધારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.

એટલું જ નહી ઓનલાઈન ટીકીટ બુકિંગમાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો. 7 અને 15 નવેમ્બરે 1 લાખથી વધારે ટિકિટનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં 50 હજારથી 60 હજાર ટિકિટ બુક થતી હોય છે પરંતુ આ બંને દિવસ દરમિયાન ઓનલાઇન બુકિંગનો આંકડો એક લાખથી વધારે પહોંચ્યો હતો. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ જ્યારે 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઇ હતી જ્યારે દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા સંચાલનમાં પણ એસટી નિગમને 7 કરોડથી વધુની આવક થઈ હતી.

દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત એસટી નિગમે ઓનલાઈન ટિકિટ બુકિંગમા રેકોર્ડ સર્જાયો હતો. દેશભરના પરિવહન સેવાની બસોમાં પ્રવાસ માટે એક જ દિવસમાં સૌથી વધારે ટિકિટ બુકિંગ બાબતે  પણ રેકોર્ડ બન્યો હતો. 7 અને 15 નવેમ્બરના રોજ 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઈ હતી.

સુરત એસટી વિભાગ તરફથી દિવાળીમાં એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. દિવાળીએ દોડાવેલી એકસ્ટ્રા બસ અને એકસ્ટ્રા ટ્રીપથી સુરત એસટી ડિવિઝનને કરોડો રૂપિયાની આવક થઇ હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ તરફથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સુરત એસટીની તિજોરી છલકાઇ ગઇ હતી.

દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.  દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી.

હવે દિવાળી સમયે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા હોવાથી લોકોએ સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે જેથી એસટી વિભાગને કરોડોની આવક થઇ છે. આ વર્ષે સુરત એસટીના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આવક થઈ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
Embed widget