શોધખોળ કરો

Vapi: GIDCમાં ભરત કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધુ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે

વાપી GIDCમાં ભરત કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ  આગને લઈને દૂર-દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. વાપીના તમામ ફાયર ફાયટર સ્થળ પર પહોંચ્યાં.

વલસાડ:  વાપી GIDCમાં ભરત કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ  આગને લઈને દૂર-દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. વાપીના તમામ ફાયર ફાયટર સ્થળ પર પહોંચ્યાં છે.  વાપી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હતી.   ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ  કંપનીમાં આ આગ લાગી હતી. આગની ઘટના બનતા 20થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે.   

Gujarat Assembly: રાજયમાં બે વર્ષમાં સિંહ, દીપડાના કેટલા લોકોના મોત થયા ? કેટલી સહાય ચૂકવાઈ, જાણો વિગત

Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહો અને દીપડાઓ દ્વારા માનવીઓ પર કરવામાં આવેલા હુમલાના વિગતો રજૂ થઈ હતી. જે મુજબ સિંહો દ્વારા કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 7 માનવીના મૃત્યુ અને 40 લોકોને ઈજા થઈ હતી. દીપડા દ્વારા થયેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 27 લોકોના મુત્યુ અને 189 લોકોને ઈજા થઈ હતી.

કેટલી સહાચ ચૂકવાઈ

સિંહ દ્વારા થયેલા માનવ મુત્યુ બદલ 33 લાખની સહાય કરાઈ છે, જ્યારે ઈજા માટે 22 લાખ 74 હજારની કરાઈ ચુકવણી કરાઈ છે. જ્યારે દીપડાના કારણે થયેલા મૃત્યુના પરિણામે 1 કરોડ 20 લાખ ની સહાય અને ઈજાગ્રસ્તને 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

રાજ્ય સરકારે બે વર્ષમાં મહોત્સવ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ?

છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ પાછળ સરકાર કર્યો કરોડોનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો  અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો  છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિત સજાવટમાં કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો  અને અખબારમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.

મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત

પાટણમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે..મોટા ભાઈ અરવિંદના મોતના સમાચાર મળતા નાના ભાઇ દિનેશનું પણ આઘાતમાં મોત થયું. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ ચાલતા ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે.જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું.આ સમાચાર નાના ભાઇને મળતાં પહેલાં તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતાં કહે છે કે, 'કોઇ હિંમત ન હારતા...' પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે.અરવિંદભાઇના મૃતદેહની અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ બંનેની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget