Gujarat Politics: માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યે ભાજપમાં જોડાયા, પાટીલની ઉપસ્થિતિમાં ધારણ કર્યો કેસરિયા
કોંગ્રેસના માણાવદરના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલની ઉપસ્થિતિમાં લાડાણીએ કેસરિયો ધારણ કર્યો
Gujarat Politics:લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને કેસરિયા ધારણ કરવાનો સિલસિલો યથાવત છે. આજે માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડણી કોગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં અરવિંદ લાડાણીએ કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ તેમના સમર્થકો સાથે આજે ભાજપમા જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી કુલ 6 ઘારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, વિજાપુર બેઠકના કોંગસના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણી, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામા આપ્યાં છે. સી. આર. પાટિલ આજે વંથલીના પ્રવાસે છે. વંથલીમા માર્કેટિંગ યાર્ડના એક કાર્યક્રમ દરમિયાન જૂનાગઢમાં અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે.
કોણ છે અરવિંદ લાડાણી ?
અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે.વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અરવિંદ લાડાણી છેલ્લા 5 વર્ષથી રાજકારણમા છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
ભાજપની બીજી યાદી જાહેર, ગુજરાતની અન્ય 7 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે., જેમાં ગુજરાતની 7 બેઠકના નામ પણ જાહેર થયા છે.ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.
ભાજપની બીજી યાદી જાહેર
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
- ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
- સુરતથી મુકેશ દલાલને ટિકિટ
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
- વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ