શોધખોળ કરો

‘દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો’, જાણો ગુજરાતના ક્યા નેતાએ કર્યો આ બફાટ

દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.

દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો. આ બફાટ કર્યો છે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીએ. કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતના તાંડવથી આખું ગુજરાત ધણધણ્યુ છે. એવામાં વિપુલ ચૌધરીની વણમાગી સલાહ સામે આવી છે.

પાટણમાં અર્બુદા સેનાની બેઠકમાં વિપુલ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ કે, સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધનું વેચાણ કરી રહી છે. તો ગુણવત્તાયુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિપુલ ચૌધરી આટલે જ ન અટક્યા અને ત્યાં સુધી બોલ્યા કે, સરકારને તકલફી ન હોય તો દારૂના વેચાણ માટે અમારી એજંસી આપી દઈએ. વિપુલ ચૌધરીએ દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.

નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં  મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રોજીદ ગામના સરપંચના પત્ર બાદ છ વખત તે વિસ્તારમાં દરોડા પડાયા છે. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ થયાના નાગરિકોના અહેવાલો છે. દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી કેમિકલ લાવી વહેંચવા બુટલેગરો મજબૂર બન્યા છે.

સંઘવીએ કહ્યું કે કોઇ પણ દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે. દરેક ગામોમાં પોલીસ કડક પગલા ભરવા માંગે છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને તો સ્ટેટ મોનિટરિંગ સેલને જાણકારી આપવા લોકોને અપીલ કરવામાં આવે છે. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ અમે હાથ અધ્ધર કરવા માંગતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Embed widget