બનાસકાંઠા: કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે
બનાસકાંઠા: દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાશે.
Elections 2022: દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાશે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરીથી ભાજપમાં આગમનથી કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે. નોંધનિય છે કે, યુવા ટીમમાં વસંત ભટોળ મોટું નેટવર્ક ધરાવે છે. આજે વસંત ભટોળ તેમના 3 હજારથી વધુ સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો કરશે.
વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને અલ્પેશ ઠાકોરની મોટી જાહેરાતવિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હજી બાકી છે ત્યાં ઉમેદવારો પોતાની દાવેદારીને લઈને નિવેદનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ. અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં 2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.
માર્કશીટમાં ફરી છબરડો! ભિલોડામાં વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 160માંથી 173 માર્ક્સ મળતા અનેક સવાલો ઉઠ્યા
અરવલ્લી: રાજ્યમાં ફરી માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે. ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-02માં છબરડો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આવતા વિદ્યાર્થિની સહિત અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ 160 માંથી આવ્યા 171 માર્ક્સ આવ્યા હતા. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ માર્કશીટમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
થરાદમાં ધોરણ આઠના વિદ્યાર્થીને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ મળ્યા