Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો,ઉત્તર ગુજરાતના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
Gujarat Politics: બિપરજોય વાવાઝોડા વચ્ચે બનાસકાંઠામાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડીસામાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
Gujarat Politics: બિપરજોય વાવાઝોડા વચ્ચે બનાસકાંઠામાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડીસામાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગોવાભાઈએ કોંગ્રેસની કથળતી હાલતથી લોકોના કામ થતા ન હોવાનું કારણ જણાવી રાજીનામું આપી દીધું છે.
પ્રતિશ્રી જગદીશભાઈ ઠાકોર પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને આ મારા પત્રના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું અર્પણ કરું છું.@jagdishthakormp @RaghusharmaINC@INCGujarat pic.twitter.com/ld9zSCjgs0
— Govabhai Rabari (@GovabhaiRabari_) June 17, 2023
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વકરીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે.જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
PM મોદી દુનિયાના સૌથી પ્રસિદ્ધ નેતા, ફરી બનશે પ્રધાનમંત્રી
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈ વિપક્ષ અત્યારથી જ એકજૂટ થવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ભારતીય જનતા પાર્ટીને આશા છે કે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ચહેરા પર તેમને સત્તા મળશે.
બ્રિટિશ અખબાર ધ ઈકોનોમિસ્ટ (The Economist)એ દાવો કર્યો છે કે પીએમ મોદી દુનિયાના સૌથી પ્રસિદ્ધ નેતા છે. એવામાં તેઓ ફરી ચૂંટણી જીતી શકે છે. ધ ઈકોનોમિસ્ટે ગણેશ કનૌજિયા નામના એક વ્યક્તિનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે અને ઓટો રિક્ષા ચલાવે છે.
શું દાવો કર્યો ?
અખબારે દાવો કર્યો કે કનૌજિયા કૉંગ્રેસને મત આપે છે, પરંતુ તેઓ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને મોદીના કારણે મત આપશે. ન્યૂઝ પેપરે આગળ જણાવ્યું કે પાછળની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપે સરકાર બનાવી, પરંતુ પાર્ટી હજુ પણ અડધાથી ઓછા રાજ્યોમાં સરકારમાં છે. જ્યારે પણ લોકસભા ચૂંટણીની વાત આવે છે તો બધુ જ બદલાઈ જાય છે.
પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 77 ટકાથી વધુ
ધ ઈકોનોમિસ્ટે લખ્યું છે કે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 77 ટકાથી વધુ છે જે તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના એપ્રુવલ રેટિંગ કરતા બમણું છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય ચૂંટાયેલા નેતા છે. જણાવી દઈએ કે વર્ષ 2014 અને 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી જીતી હતી. અખબારે લખ્યું કે અડધાથી વધુ રાજ્યોમાં ભાજપની સરકાર નથી, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બધું બદલાઈ જાય છે.