શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ કોન્સ્ટેબલની પત્નીને ચાર શખ્સોએ કર્યો કાંકરીચાળો ને પછી......
ગત 4 નવેમ્બરે કોન્સ્ટેબલ પીયુષ જાદવ ચાંડેરા પત્ની સાથે નાસ્તો કરવા ગયા ત્યારે કકન નાથા રબારી સહિત ચાર શખ્સોએ કોન્સ્ટેબલની પત્નીની મજાક મસ્તી કરતા કોન્સ્ટેબલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢ: શહેરના કોલેજ રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં કોન્સ્ટેબલ પત્ની ગઈ કાલે રાતે સાથે નાસ્તો કરવા ગયા હતા. દરમિયાન ચાર શખ્સોએ કોન્સ્ટેબલની પત્નીને કાંકરીચાળો કર્યો હતો. આથી કોન્સ્ટેબલે તેમેન સમજવવાનો પ્રયાસ કરતાં ચારેય કોન્સ્ટેબલને માર માર્યો હતો. તેમજ માર મારીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ અંગેની વિગતો પ્રમાણે, ગત 4 નવેમ્બરે કોન્સ્ટેબલ પીયુષ જાદવ ચાંડેરા પત્ની સાથે નાસ્તો કરવા ગયા ત્યારે કકન નાથા રબારી સહિત ચાર શખ્સોએ કોન્સ્ટેબલની પત્નીની મજાક મસ્તી કરતા કોન્સ્ટેબલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. કોન્સ્ટેબલને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સી. ડિવિઝન પોલીસે 307 હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement