શોધખોળ કરો

Gujarat: પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યુ રાજીનામું, જાણો શું છે કારણ?

2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે

પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. પ્રદિપસિંહ વાઘેલા વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરાઇ નથી. ભાજપના કાર્યાલય પર પ્રતિબંધની વાત પાયાવિહોણી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી તરીકે અમને કોઈ ફરિયાદ મળી નથી.

Gujarat: પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યુ રાજીનામું, જાણો શું છે કારણ?

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મહામંત્રી પદથી રાજીનામું આપી દીધુ છે. વાઘેલાએ આ રાજીનામું થોડા દિવસ અગાઉ પક્ષને સોંપ્યુ હોવાનું પણ હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે. જો કે વાઘેલા પાસેથી રાજીનામું લેવાયું હોવાની અને તેમને કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા પ્રાથમિક રીતે પાયાવિહોણી છે. પ્રદિપસિંહે રાજીનામું અંગતકારણોસર આપ્યું હોવાનું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે.

અગાઉ એવી ચર્ચા થઇ હતી કે ભાજપ સાથે પરોક્ષ રીતે જોડાયેલા કેટલાક તત્વોની પ્રદિપસિંહ વાઘેલાને બદનામ કરવાની ભૂમિકા પણ સામે આવી છે. કેમ કે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશું પંડ્યાની થોડા દિવસ અગાઉ એસઓજીએ પૂછપરછ કરી છે ત્યારે તેમની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પ્રદિપસિંહ વાઘેલાને કોણ અને કઈ રીતે બદનામ કરી રહ્યું હતુ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એ હકિકતથી ઈનકાર ન કરી શકાય તે છેલ્લા કેટલાક દિવસથી પક્ષના નેતાઓને બદનામ કરવાનો તરકટો સામે આવી રહ્યાં છે.

છેલ્લા બે દાયકાથી ભાજપના પાયાના કાર્યકર્તા એવા પ્રદિપસિંહ અગાઉ યુવા ભાજપના અધ્યક્ષ હતા.  તો સી.આર.પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવાયા છે. પ્રદિપસિંહ વાઘેલા પક્ષના પાયાના કાર્યકર્તા રહેલા છે. સાથે જ છેલ્લા એક દાયકામાં પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા તેઓ હંમેશા સક્રિય રહ્યા છે.  પ્રદિપસિંહ વાઘેલા સંપૂર્ણ તપાસ ઈચ્છી રહ્યા છે અને આ તપાસમાં તેમને બદનામ કરવા જે પણ આરોપો લગાવાયા છે. પ્રદિપસિંહ પક્ષના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે કાર્ય કરતા રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પ્રદિપસિંહ વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.  કોણ કેવી રીતે ષડયંત્ર રચી રહ્યા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મોટા માથાઓ ભાજપના નેતાને બદનામ કરી રહ્યા છે.

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાએ કોઈ કૌભાંડ કર્યુ નથી. પ્રદિપસિંહ વાઘેલા પક્ષના પાયાના કાર્યકર્તા છે. કમલમમાં પ્રદિપસિંહ વાઘેલાની કોઈ પ્રવેશબંધી નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા પોલીસના રડાર પર છે. હિમાંશુ પંડ્યા અને તેના મળતીયાઓની તપાસ થઈ રહી છે. હિમાંશુ પંડ્યા, જીનીત શાહ સહિતના લોકો પોલીસના રડાર પર છે. પ્રદિપસિંહ વાઘેલા ભાજપ સાથે જોડાયેલા રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget