શોધખોળ કરો

Gir somnath: તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી, પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું.

ગીર સોમનાથ:  કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.  આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે. 

કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું.  આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી.  ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં.  આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે.  આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો.  ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.  

Gujarat: દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.    હવામાન વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં  માવઠું પડશે. હવામાન વિભાગના  સુરત, વલસાડ, નવસારી, તાપી,  ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. 

હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે. આથી તેનાથી દૂર રહેવું. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું  બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.  સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.  ઝાડ નીચે ઉભા ન રહેવું.  વીજ ઉપકરણોથી દૂર રહેવું. 

દક્ષિણ ગુજરાતમાં તો માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે.  પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  મંગળવારે અમદાવાદ,  અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે.  હજુ પણ અમદાવાદમાં ગરમી વધે  તેવી આગાહી કરાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

Embed widget