શોધખોળ કરો

Gujarat Assembly Budget Session 2021: નીતિન પટેલે કઈ બાબતે ગુજરાત પ્રથમ હોવાની કરી જાહેરાત, જાણો મોટા સમાચાર

Gujarat Assembly Budget Session 2021 Update: રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે.

ગાંધીનગરઃ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. . આ આ વખતે બજેટનું કદ   2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં   સુક્ષ્મ સિંચાઈ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈ અંગે બોલતાં નીતિન પટેલે કહ્યું, યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં  ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે રૂ. ૬૭૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા કેટલી જોગવાઈ કરવામાં આવી? રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને  પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Gujarat Assembly Budget Session 2021:  ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ Gujarat Assembly Budget Session 2021: ગુજરાતમાં ક્યાં છ મહત્વનાં સ્થળે રૂપાણી સરકાર હેલીપોર્ટ બનાવશે ? Gujarat Assembly Budget Session 2021: ખેડૂતો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget