Gujarat Assembly Election 2022:જો સિવિલ કોડનો નિયમ લાગુ કરવો હોય તો આખા દેશમાં થવો જોઇએઃ કેજરીવાલ
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે
Gujarat Election 2022 Schedule: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
સંવિધાનના આર્ટિકલ ૪૪માં સ્પષ્ટ લખ્યુ છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો એ સરકારની જવાબદારી છે. ભાજપ ચૂંટણી પહેલા UCC લાગું કરવાની સમિતિ તો બનાવી દે છે. પરંતુ ચૂંટણી પૂરી થતા UCC અંગે કોઈ કામ નથી કરતી.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 30, 2022
શુ ભાજપ લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહી છે? UCC લાગું કરવાની ભાજપની નિયત જ નથી! pic.twitter.com/lJVXhVtpJk
યુનિફોર્મ સિવિલ કોડ બને-કેજરીવાલ
આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવો બનાવવો જોઇએ જેમાં તમામ સમુદાયોની સહમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઇએ.
તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પહેલા UCC લાગુ કરવાની સમિતિ તો બનાવી દે છે. પરંતુ ચૂંટણી પૂરી થતા UCC અંગે કોઈ કામ નથી કરતી. શું ભાજપ લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહી છે? UCC લાગુ કરવાની ભાજપની નિયત જ નથી! કેજરીવાલે કહ્યું કે જો સિવિલ કોડનો નિયમ લાગુ કરવો હોય તો આખા દેશમાં થવો જોઇએ. ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ ડરી ગયો છે. ભાજપ ડરી ગયો હોવાથી યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આગળ કર્યો છે.
અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડ ચૂંટણી પહેલા એક સમિતિની રચના કરી. ઉત્તરાખંડની ચૂંટણી જીત્યા બાદ હવે તે કમિટી તેના ઘરે ગઈ. હવે ગુજરાતની ચૂંટણીના 3 દિવસ પહેલા એક કમિટી બનાવવામાં આવી હતી, હવે તે પણ ચૂંટણી બાદ તેના ઘરે જશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં કેમ નથી બનાવતા, ઉત્તર પ્રદેશમાં કેમ નથી બનાવતા?
કેજરીવાલે વધુમાં કહ્યું કે, જો તેમનો ઈરાદો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે તો તેને દેશમાં કેમ નથી બનાવતો. તેને દેશમાં લાગુ કરો. શું તેઓ લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે? કેજરીવાલે કહ્યું કે પહેલા તમે જઈને તેમને પૂછો કે કેજરીવાલ કહી રહ્યા છે કે તમારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂર નથી, તમારો ઈરાદો ખરાબ છે.