શોધખોળ કરો

Gujarat Ayushman Card Alert: રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ થયા 'ઇનએક્ટિવ', મફત સારવાર મેળવવા તાત્કાલિક કરો આ કામ

Gujarat Ayushman card: મા-વાત્સલ્ય અને સિનિયર સિટિઝન યોજનાના લાભાર્થીઓ માટે લાલબત્તી, ઇમરજન્સીમાં દોડધામ ન કરવી હોય તો આજે જ રીન્યુ કરાવો.

Gujarat Ayushman card: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 'મા અમૃતમ', 'મા વત્સલ્ય', સિનિયર સિટિઝન અને મધ્યમ વર્ગના પરિવારોને મળતા સ્વાસ્થ્ય સુરક્ષા કવચ એટલે કે આયુષ્માન કાર્ડમાંથી અંદાજે 13 લાખ જેટલા કાર્ડ હાલમાં 'ઇનએક્ટિવ' (બંધ) થઈ ગયા છે. આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ બંધ થયા છે. ઘણીવાર દર્દીઓ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે ત્યારે કાર્ડ બંધ હોવાની જાણ થાય છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, સરકારે તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રીન્યુ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

13 લાખ પરિવારો પર સારવારનું સંકટ

રાજ્ય સરકારના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સમયસર અપડેટ ન કરાવતા તેમના કાર્ડ બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને મોબાઈલ પર SMS અને જાહેરાતો દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે, તેમ છતાં જાગૃતિના અભાવે રીન્યુઅલ પ્રક્રિયા બાકી રહી ગઈ છે. આના પરિણામે, જ્યારે કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, ત્યારે પરિવારજનોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય તે માટે સરકારે આ અપીલ કરી છે.

'જી' (G) કેટેગરીના કાર્ડ માટેનો ખાસ નિયમ

જે લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે અને તેઓ હવે તેને 'જી' (G) કેટેગરીમાં કન્વર્ટ કરવા માંગે છે, તેમના માટે સરકારે ખાસ પ્રક્રિયા જાહેર કરી છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારું જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવવું પડશે.

સ્ટેપ 2: રીન્યુ થયા બાદ તે કાર્ડને સિસ્ટમમાંથી ડિસેબલ (બંધ) કરાવવું પડશે.

સ્ટેપ 3: ત્યારબાદ જ તમે નવી 'જી' કેટેગરીમાં કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરી શકશો.

કાર્ડ ફરીથી એક્ટિવ (Renew) કેવી રીતે કરવું?

જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકની સરકારી હોસ્પિટલ, ઈ-ગ્રામ સેન્ટર અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ આ પ્રક્રિયા કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:

પોર્ટલની મુલાકાત લો: સરકારની સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ ઓપન કરો.

લોગિન અને સર્ચ: તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરો અને તમારા PMJAY ID અથવા આધાર નંબર દ્વારા સર્ચ કરો.

એક્શન બટન: લિસ્ટમાં તમારા નામની બાજુમાં 'Expired' (એક્સપાયર્ડ) લખેલું દેખાશે. તેની બાજુમાં આપેલા એક્શન બટન પર ક્લિક કરો.

E-KYC: હવે આધાર કાર્ડ આધારિત E-KYC (ઓનલાઈન વેરિફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરો.

આવકનો દાખલો: અહીં તમારે નવો અને માન્ય આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે.

ખાસ નોંધ: કાર્ડ રીન્યુ કરતી વખતે તમારો જૂનો PMJAY આઈડી બદલાશે નહીં, તે જ રહેશે. તમારી વિગતો સબમિટ કર્યા બાદ સરકારી એજન્સી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને મંજૂરી મળતા જ કાર્ડ ફરી એક્ટિવ થઈ જશે.

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget