ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત
રાજ્યના વહેલી ચૂંટણી અંગે CMએ ખુલાસો કર્યો હતો. Cmએ કહ્યું સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી ચૂંટણી સમયે જ યોજશે.
![ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત Gujarat CM Vijay Rupani clarification on early assembly elections with UP ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/22/a7d75beff9cb73cf6540394c40973b21_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આવી કોઇ શક્યતા નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાવાની અટકળોનો ખુદ મુખ્યમંત્રીએ છેદ ઉડાવ્યો છે. અમરેલીમાં થયેલા અકસ્માત અંગે CMએ સંવેદના વ્યક્ત કરી હતી. ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. દુઃખ ઘટના આજે અમરેલી વિસ્તારમાં બની છે. તમામ મૃતકોને ચાર લાખ સહાય અંગે CMએ જાહેરાત કરી હતી.
આ સાથે વહેલી ચૂંટણી અટકળો પર પુર્ણ વિરામ લાગ્યું છે. રાજ્યના વહેલી ચૂંટણી અંગે CMએ ખુલાસો કર્યો હતો. Cmએ કહ્યું સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી ચૂંટણી સમયે જ યોજશે.
આ પણ વાંચોઃ રૂપાણી સરકારનો મોટો નિર્ણય, શાના બાંધકામમાં હવે 40 ટકા નહીં પણ 25 ટકા કપાત કરાશે ?
કોગેસના વિરોધ પ્રદર્શન અંગે CMએ નિવેદન આપ્યું હતું કે, Cmએ કહ્યું રાજ્ય સરકાર ઉજવણી કરે છે, કોગેસ વિરોધ કરે છે. કોગેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમતે કોગેસ આદિવાસીઓ વિરોધ કરે છે. કોંગેસ વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ પોતાના પ્રવચન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનની જાહેરાત થતાં બગડેલા સાંસદ વસાવાએ કહ્યું, એ પાંચ મિનિટ બંધ કરો આ બધું.........
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રાવણ માસમાં ભક્તો કોવિડના નિયમો પાળે. આજથી શરૂ થતાં શ્રવણમાસની CMએ પાઠવી શુભેચ્છા. ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી. તહેવારો શાંતિપૂર્વક ઉજવણી કરવી જોઈએ. બીજી લહેરને આપણે પાર કરી,પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારો ઉત્સાહ પૂર્વક ઉજવો પરંતુ કોરોના અંગે પણ કાળજી જરૂરી.
ડોકટરોની હડતાળ મુદ્દે CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી. અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ. કોરોના નથી તો ડોકટરો એ નિયમોનુંનું પાલન થવું જોઈએ. ડોકટરો હડતાળ પાછી ખેંચવા વિનંતી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)