પક્ષમાંથી ગદ્દારો દૂર કરવા મુદ્દે શક્તિસિંહનું મોટું નિવેદન, ફરિયાદ ન મળી હોવાનો કર્યો દાવો
પક્ષમાંથી ગદ્દારોને હટાવવા મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીથી વિપરિત નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું હતું છે.

પક્ષમાંથી ગદ્દારોને હટાવવા મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીથી વિપરિત નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું હતું છે. શક્તિસિંહે કહ્યું હતું કે પક્ષમાં કોઈ ગદ્દાર હોવાની ફરિયાદ મળી નથી. જૂથબંધીના કારણે આરોપ- પ્રતિઆરોપ પક્ષમાં થતા હોવાનો પણ શક્તિસિંહે દાવો કર્યો હતો. શક્તિસિંહે કહ્યું કે કોંગ્રેસમાં રહેલા વિભીષણોને ઓળખવા મુશ્કેલ હોવાથી જિલ્લા પ્રમુખો અને શિસ્ત સમિતિ પર સમગ્ર મામલો છોડવામાં આવ્યો છે. શક્તિસિંહે તો એમ પણ કહ્યું કે વિભીષણોને ઓળખવા માટે કોઈ એક્સ-રે મશીન નથી. માત્ર જૂથબંધીની ફરિયાદોના કારણે પગલા ન લેવાય તેમ છતાં કેટલાક જિલ્લા પ્રમુખોએ તો પગલા લીધા છે. શિસ્ત સમિતિએ કેટલાક અગ્રણીઓને નોટિસ પણ ફટકારી છે.
નોંધનીય છે કે 8 માર્ચના રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહી દીધું હતું કે પક્ષની અંદર રહીને ભાજપ માટે કામ કરનારાઓને કોઈ સ્થાન નહીં મળે. આવા નેતાઓને પક્ષમાંથી બહાર ફેંકી દેવાશે.
મધદરિયે પકડાયેલા ડ્રગ્સને લઈ રાજ્યમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા હતા. શક્તિસિંહે કહ્યું હતું કે ગુજરાત ડ્રગ્સ, દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે. ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ છે. ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં ભાજપ નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે.
કોંગ્રેસના જિલ્લા, શહેર પ્રમુખોને લઈ મોટા સમાચાર
કોંગ્રેસના જિલ્લા, શહેર પ્રમુખોને લઈ મોટા સમાચાર આવ્યા છે. પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ થશે. 5 નિરીક્ષકોની ટીમે તેમને સોંપેલા જિલ્લા કે શહેરમાં પ્રવાસ કરવો પડશે. પ્રમુખ પદના દાવેદારોને સંભાળ્યા બાદ કાર્યકરો સાથે સંવાદ કરવો પડશે. જિલ્લા-શહેર પ્રમુખની પસંદગી માટે રાષ્ટ્રીય કોંગ્રેસ ટાઈમ ટેબલ નક્કી કરશે.
પાટણમાં રવિવારે કોંગ્રેસ આયોજિત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં ભાજપના ઠાકોર નેતાઓ પર કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય બળદેવજી બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ પર વરસ્યા હતા. ગેનીબેને ભાજપમાં રહેલા ઠાકોર નેતાઓને પાવર વગરના પ્રધાન ગણાવ્યા હતા. ગેનીબેને તો એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ કાર્ય કરવાનું હોય અને તેમાં ખૂલ્લા મનથી મદદ ન કરી શકે અને તેમ કહે કે અમારી પાસે સત્તા નથી ત્યારે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ પાવર વગરના પ્રધાન જ કહેવાય.





















