શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં મૃત્યુઆંક 3500ને પાર, આજે 1327 કેસ નોંધાયા
Gujarat Corona Cases 5 October 2020: રાજ્યમાં આજે કુલ 1450 દર્દી સાજા થયા હતા અને 57,513 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1327 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3512 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,745 એક્ટિવ કેસ છે, જ્યારે 1,23,770 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,651 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,44,027 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહિસાગરમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 172, અમદાવાદ કોર્પોરેશનમાં 165, સુરતમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 110, વડોદરા કોર્પોરેશનમાં 81, જામનગર કોર્પોરેશનમાં 64, પાટણમાં 48, રાજકોટમાં 45, મહેસાણામાં 43, વડોદરામાં 43, બનાસકાંઠામાં 34, અમરેલીમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 27, જામનગરમાં 26, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમદાવાદમાં 22, મોરબીમાં 22, પંચમહાલમાં 20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1450 દર્દી સાજા થયા હતા અને 57,513 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 47,02,776 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.94 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,95,081 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,94,632 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 449 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion