Coronavirus Cases LIVE: કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, આગામી સુનાવણી 15 એપ્રિલે
નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
LIVE
Background
સુરતમાં 11 દિવસના બાળકને રેમડેસિવિરની જરૂર
ડાયમંડ નગરી સુરતમાં 11 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત થયું છે. આ બાળકને રેમડેસિવિર ઈન્જેકનશ આપવાની જરૂર ઉભી થઈ છે. 1 એપ્રિલના રોજ જન્મેલા બાળકને માતાના કારણે ચેપ લાગ્યો છે. બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
અમરેલીના બે માર્કેટિંગ યાર્ડ બંધ
અમરેલી જિલ્લાના કોરોના વધતા સંક્રમણને પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીલ્લાના બે સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
15 એપ્રિલે સુનાવણી
કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.
હાઈકોર્ટમાં સુનાવણી
થોડી વારમાં ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના વધતા કેસને લઈને સુનાવણી શરૂ થશે. ગઈકાલે હાકોર્ટે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સારી ન હોવાનું કહીને સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં થોડી વારમાં સુનાવણી શરૂ થશે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
