Coronavirus Cases LIVE: ગોરધન ઝડફિયા થયા સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી
LIVE
Background
મોડાસાની આરટીઓ કચેરીમાં ૪ RTO અધિકારી કોરોનાગ્રસ્ત
મોડાસાની આરટીઓ કચેરીમાં ૪ RTO અધિકારી કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લા આરટીઓ અધિકારી સહિત અન્ય ત્રણ આસિસ્ટન્ટ અધિકારીઓને પણ કોરોના થયો છે. જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે.
ઝડફિયા પણ કોરોનાની ઝપેટમાં
ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી છે. જે મુજબ તેમણે, હળવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલાતમામને ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતી હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી જે સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવમી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ગઇકાલે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને વિગતે માહિતી આપી હતી.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
14 એપ્રિલ |
7410 |
73 |
13 એપ્રિલ |
6690 |
67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
59,972 |
476 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
