(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Cases LIVE: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા બીજીવાર કોરોના પોઝિટિવ
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે.
LIVE
Background
Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીજી વાર કોરોના પોઝિટિવ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (CM BS Yediyurappa) બીજી વાર કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા તેમને હોસ્પોટિલમાં દાખલ કરાયા છે. યેદિયુરપ્પાની હાલત ગંભીર થતા સૌપ્રથમ રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ હવે મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજકોટ 52 કોરોના દર્દીઓના મોત
રાજકોટ (Rajkot)માં પણ કોરોનાએ મોતનું તાંડવ મચાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52 કોરોના દર્દીઓના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન
કોરોનાના વધતા કેસને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ માસ્ક ન પહેરવા પર પ્રથમ વખત એક હજાર રૂપિયાનો દંડ અને બીજી વખત માસ્ક ન પહેરવા પર દસા હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
સુરતમાં ઇ-ધરા કેન્દ્વો અને પુરવઠા કચેરીઓ બંધ
સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ થતાં લોકડાઉન તો નથી કરાયું પરંતુ સરકારી કચેરીઓમાં સ્વૈચ્છિક બંધ રાખવાનું શરુ થઇ ચૂકયુ છે. સુરત જિલ્લા કલેકટર (Surat District Collector)માં આવતા તમામ ઇ-ધરા કેન્દ્વો અને પુરવઠા કચેરીઓ આગામી 30 મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરી દઇને મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.