Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,201 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે
![Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી Gujarat Corona Cases: More than seven lakh people in the state have been vaccinated against corona in the last 24 hours Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/47d99a55d9f8a289ee89a1bc2d7720d3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 153 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,201 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની સાત લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,201 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં એક કોરોનાના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 38 લોકોને પ્રથમ ડોઝ અને 6480 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,10,328 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1,27,405 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 3,40,993 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,62,807 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 7,48,051 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,70,09,216 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો.
શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂ કામ, દર્શાવ્યું આ કારણ
BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ
T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)