શોધખોળ કરો

Gujarat Corona Cases: સતત બીજા દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ ૧૦થી ઓછા નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 9 કેસ નોંધાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૩1 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.

રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ

ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 7, વડોદરામાંથી 4, ભરૂચ, ભાવગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

ક્યાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

કેટલા લોકોએ લીધી રસી

કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,512 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬9% છે.  રાજ્યમાં આજે સાંજે પ વાગ્ય સુધીમાં 2,53,308 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે કુલ ડોઝનો આંક 2,83,68,489 થયો છે.

ગાંધીનગરના પેથાપુરમાં તંત્રની બેદરકારી આવી સામે

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં રસીકરણની (Corona Vaccination) ગતિ ધીમી પડી છે.  આ દરમિયાન તંત્રની એક મોટી બેદકારી સામે આવી છે. ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીએ એક વ્યક્તિને એક સાથે રસીના બે ડોઝ આપ્યાની ઘટના સામે આવી છે. અલગ અલગ કર્મચારીની ગેરસમજના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રસી લેનાર વ્યક્તિને હજુ સુધી કોઈ આડઅસર થઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget