Gujarat Election 2022 : ગુજરાતની કઈ બેઠક પર ટિકિટ માટે રાજકારણ ગરમાયું, કયા પૂર્વ મંત્રીનું રાજકારણ ખતમ કરવાની ચર્ચા?
દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટીકીટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓ છે.
Gujarat Election 2022 : બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં ભાજપની ટીકીટ માટે રાજકારણ ગરમાયું છે. દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટીકીટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓ છે. બનાસકાંઠા ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લાના મોવડી મંડળે અને 24 દાવેદારોએ ગઈકાલે સી.આર પાટીલની મુલાકાત કરી રજુઆત કરી હોવાની ચર્ચા છે.
ભાજપના 24 દાવેદારોમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ ન હોવાથી રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે કેશાજીને ટીકીટ ન આપવાની રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. 2012ની ચૂંટણીમાં જીતીને કેશાજી ચૌહાણ બન્યા હતા મંત્રી. 2017માં કોંગ્રેસના શિવાભાઈ ભુરિયા સામે કેશાજી ચૌહાણને મળી હતી હાર. કેશાજી ચૌહાનનું રાજકારણ ખતમ કરવા ભાજપના જ આગેવાનો મેદાને પડ્યા હોવાની ચર્ચાઓના કારણે રાજકારણ ગરમાયુ.
દાવેદારોની યાદી.
PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજરી આપશે. આબેના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત 20 દેશોના વડાઓ હાજર રહેશે. આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા. પીએમ મોદી આબેની પત્નીને પણ મળશે. આબેના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના 100 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે કરવામાં આવશે.
અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે."