Gujarat Election Results :ભાજપને ઐતિહાસિક બહુમત મળ્યા બાદ, અમિત શાહે વિપક્ષ માટે કરી આ વાત
Gujarat Election Results : ગુજરાત વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહે ગુજરાતની જનતા વશિ અને વિપક્ષ વિશે આ વાત કરી હતી.
Gujarat Election Results : ગુજરાત વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહે ગુજરાતની જનતા વશિ અને વિપક્ષ વિશે આ વાત કરી હતી.ગુજરાત ચૂંટણીના વલણો જોતા સ્પષ્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનીવા રહી છે. ભાજપે 156થી વધુ સીટો પર લીડ લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિપક્ષને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે અને ઠાલા વચનો, તુષ્ટિકરણ અને 'રેવડી' કરનારાઓને ખરાબ રીતે નકારી દીધા છે.
गुजरात ने हमेशा इतिहास रचने का काम किया है।
— Amit Shah (@AmitShah) December 8, 2022
पिछले दो दशक में मोदी जी के नेतृत्व में भाजपा ने गुजरात में विकास के सभी रिकॉर्ड तोड़े और आज गुजरात की जनता ने भाजपा को आशीर्वाद देकर जीत के सभी रिकॉर्ड तोड़ दिये।
यह @narendramodi जी के विकास मॉडल में जनता के अटूट विश्वास की जीत है।
જનતાના અતૂટ વિશ્વાસનો વિજય
ગુજરાત ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમિત શાહે એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા. તેમણે કહ્યું કે, 'ગુજરાતએ હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે અને જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આ મોદીજીના વિકાસ મોડેલમાં લોકોની અતૂટ શ્રદ્ધાની જીત છે.
Gujarat Elections 2022: ભાજપની મહિલા ઉમેદવારોનો દબદબો, BJP ની 13 તો કોંગ્રેસની એક મહિલા ઉમેદવારની જીત
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ ઝંપલાવ્યું હતું. જેમાંથી ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. બે તબક્કામાં યોજાયેલા મતદાનમાં મહિલા મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં હતી. ત્યારે આવેલા પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.
ભાજપ તરફથી કુલ 17 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી 14 મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 3 મહિલા ઉમેદવારોની હાર થઈ છે. તો કોંગ્રેસ તરફથી કુલ 14 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 13 મહિલા ઉમેદવારોની હાર થઈ છે. તો આમ આદમી પાર્ટીના એકપણ મહિલા ઉમેદવારનો વિજય થયો નથી.