શોધખોળ કરો

Gujarat: રાજ્ય સરકારે એસટી બસના ભાડામાં કર્યો ધરખમ વધારો, જાણો નવો ભાવ

સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે.  રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. 

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે.  એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે.  નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.  

રાજ્ય સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી શક્યતા છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ  2014 બાદ અલગ-અલગ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે. 

Gujarat: રાજ્ય સરકારે એસટી બસના ભાડામાં કર્યો ધરખમ વધારો, જાણો નવો ભાવ

આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. 

ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્યશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરુપે ભારતમાં પ્રથમ વખત BS6ના 2320 જેટલા નવીન વાહનો મુસાફરો જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

એસટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટ્સના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે, જ્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી. 

વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી.જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget