શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં વરસાદનો કહેર, એક જ અઠવાડિયામાં 49 લોકોના મોત, 37 હજારના રેસ્ક્યૂથી બચાવાયા જીવ

Gujarat Heavy Rain: ગુજરાતમાં આ વખતે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે

Gujarat Heavy Rain: ગુજરાતમાં આ વખતે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે. આ સાથે પાકને પણ ભારે નુકસાન થયું છે.

પોરબંદર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના અનેક જિલ્લાઓમાં પાકને અસર થઈ છે. જ્યાં ઘણા દિવસોથી પૂરએ તબાહી મચાવી છે. પૂરના કારણે રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓને પણ નુકસાન થયું છે.

વડોદરા અને અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે મકાનોને પણ ઘણું નુકસાન થયું છે. ઉપરાંત વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 118 ટકા વરસાદ નોંધાયો છે.

49 લોકોના થયા છે મોત 
ગુજરાતના કચ્છમાં સૌથી વધુ 180 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 94 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન વીજળી પડવા, દીવાલ પડવા અને ડૂબવા જેવી ઘણી ઘટનાઓ બની હતી જેના કારણે 49 લોકોના મોત થયા હતા.

તેમાંથી 22 મૃતકોના પરિવારજનોને વળતર તરીકે 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. વળી, આ સમયગાળા દરમિયાન 2618 પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા. તેમના માલિકોને વળતર તરીકે 1.78 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

37 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડાયા 
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની 17 ટીમો, એસડીઆરએફની 27 ટીમો અને સેનાની 9 ટુકડીઓ ઉપરાંત એરફોર્સ અને કૉસ્ટગાર્ડની ટીમો પણ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. જેણે અત્યાર સુધીમાં 37000 થી વધુ લોકોને બચાવ્યા છે. 42,083 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વળી, 53 લોકોને હવાઈ માર્ગે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો

Heavy Rain: આજે આ 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget