![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ
Rain News: ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા ફરીથી શરૂ થઇ ચૂક્યા છે
![Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ Gujarat Rain News Anand Khambhat three inch and dang and kathlal to inches rainfall in last 24 hour read all gujarat rain data Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/22/08d73e126bec04fe7400ffb51fd2ccbc172430003453477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rain News: ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા ફરીથી શરૂ થઇ ચૂક્યા છે. હવામાન વિભાગ અને હવામાનકારોએ આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે, આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 76 તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આ દરમિયાન સૌથી વધુ આણંદના
ખંભાતમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વળી, કઠલાલ-ડાંગમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમૂક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાંપટા પડી શકે છે. ગઇકાલથી એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 76 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે, આણંદના ખંભાતમાં 3 ઇંચ, તો વળી, કઠલાલ, ડાંગ અને વાસંદામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદના આંકડા -
આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ વરસાદ
કઠલાલમાં બે ઈંચથી વધુ વરસાદ
ડાંગમાં બે ઈંચ વરસાદ
વાંસદામાં બે ઈંચ વરસાદ
ધાનપુર, કુતિયાણામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
થાનગઢ, દાંતામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
દાંતા, ધોરાજી, જેતપુરમાં સવા એક ઈંચ વરસાદ
ચોટીલા, નડિયાદ, દેવગઢબારીયામાં એક-એક ઈંચ વરસાદ
વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. 21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
આ પણ વાંચો
Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી
Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)