(Source: ECI/ABP News/ABP Majha)
Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી
Heavy Rain In Gujarat: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, આગામી સાત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે
Heavy Rain In Gujarat: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, આગામી સાત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં નવી સાયક્લૉનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ વાત છે કે અત્યાર સુધી રાજ્યમાં 74 ટકા વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં વરસાદને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદ પડશે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની પડશે. કેમકે અરબી સમુદ્રમાં નવી સાયક્લૉનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આમાં સુરત, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તાપી, નવસારી, વલસાડ, દાહોદમાં ભારે વરસાદની પડવાની આગાહી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ભારે વરસાદને પગલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં 26 ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
22 ઓગસ્ટ એટલે કે આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકોએ સાચવીને રહેવું. 24 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 25 ઓગસ્ટના રોજ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 ઓગસ્ટના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો
Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી
Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી