(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાંથી આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં અતિભારે વરસાદે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર અને કચ્છમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે સુરતના બારડોલીમાં આવેલ હિરાપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે 12 ગામોના લોકો સંપર્ક વિહોણા થયા છે. જેના કારણે સ્થાનિક અને ઇમરજન્સી સેવા માટે લોકોએ 30 કિલોમીટર ફરીને જવું પડે છે. માર્ગ મકાન મંત્રીએ હરિપુરા કોઝવે પર હાઈ બ્રિજ માટે 70 કરોડ મંજૂર કર્યા છે.
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક સ્થળે ધીમીધારે તો કેટલાક સ્થળે સારો વરસાદ વરસી રહ્યો છે.
કુલ્લૂમાં ભારે વરસાદ બાદથી તબાહી સર્જાઈ છે.મૂશળધાર વરસાદથી કુલ્લુના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો મકાન પણ ધરાશાયી થવાની ઘટના બની છે..ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે.
KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....
આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...